સાહિત્યના દરિયામાં ડૂબતા ઘણા માણસો જોયા છે,
ભાષાની નદી માં ડૂબકી મારતા ઘણા માણસો જોયા છે,
કવિતા, નોવેલ ને શાયરી તો બધા લખે છે,
પણ બધી કૃતિને શણગારવા એક વિવેચક લખે છે.
બધા કહે છે છું હું સાહિત્યનો વિધાર્થી,
બધા કહે છે છું હું ભાષાનો વિધાર્થી,
જરા તો વિચાર કર શું છે તું વિધાર્થી સાહિત્યનો,
માત્ર ભણવું ને ભણાવવું એ જ છે વિધાર્થી સાહિત્યનો ?
૧૦૦ વિધાર્થી માંથી જયારે ઉભો થાય છે એક,
ત્યારે ત્યારે તેને સમજી લેવાય છે પ્રશ્નોનું ઘનમશીન,
ને કહેવામાં આવે છે ન ગમે તો જતું રહેવું બહાર !,
પરંતુ યાદ રાખો આટલું સમજાય કે ન સમજાય તો જ ઉદ્દભવે છે પ્રશ્ન.
સારું કોઈક તો હોય છે જે વિચારવા મજબુર કરતા હોય છે,
અરે ન વિચારો તો કંઈ નહીં પરંતુ સમજવાની કૌશીશ તો કરો.
સમજયા વગર જ આરોપી દેવાય છે અહીં,
જો ખોટો હોય તો સમજાવવાની થોડી તફલિક લેવાય અહીં.
બધા જો બનશે કવિ, લેખક ને મૌન,
તો શું કિંમત રહેશે સાહિત્યની,
જેટલી જરૂર હોય છે કવિ કે લેખક ની,
એટલી જ જરૂર હોય છે એક વિવેચક ની.
Very good 😊😊
ReplyDelete