Tuesday, 7 November 2017

કન્યાવિદાય





દીકરી જન્મી ને જલેબી ખવડાવી રે
ડેડી ડેડી કહી ને ઢીંગલી લેવડાવી રે
આંગળી પકડી ને ફરવા લઈ ગયો,
સમાજે તેને પારકી ગણાવી રે ..!!!



દીકરી મારી લાડકડી ને રડવા લાગી,
ત્યારે તો સમજાવી મેં ને આઈસ ક્રીમ ખાવવા લાગી,
ધીરે ધીરે મોટી થઈ હાઈ સ્કુલ માંથી કૉલેજમાં આવી,
જીન્સ ટોપ ને ચશ્મા પહેરી ને મારુ નામ રોશન કરવા લાગી રે.



લાવી પ્રથમ ક્રમાંક ને ગર્વ મને અપીયુ,
આવવા લાગીયા માગા લાડીનાં,
થયું હવે થોડા દિવસના મહેમાન,
કરી સગાઈ લાગીની વર હતો સુંદર.




થયું રાખશે ખુશ લાડી ને સપના સજાવશે,
દીકરી મારી મોટી થઇ ગઈ ને ખબર પણ ના પડી રે,
પૂછીયું પણ નહીં લાડી યે કોણ છે કેવો છે,
બસ સગાઇ નક્કી થઇ સાંભળીને થોડી મનમાં મુજાની રે.



આવીયા લગ્ન લાડી ના ખુશ હતા બધા,
બધા ને ખુશ રાખવા પોતે પણ મલમલ મલકાતી રે,
આ જ હાથે આપીયુ કન્યાદાન ને સોંપી વીરલા વરરાજાને,
દીકરી મારી ગળે મળી ને અંતિમ વાર મળી રે..



દિલ મારુ થરથર ધ્રુજીયું રુદન કરવા લાગીયું રે,
દીકરી મારી સાચે જ પારકી થઈ મહેસુસ થવા લાગીયું રે,
બસ હવે હસતા મુખે વિદાય આપવા છાની તેને રાખી,
બેસાડી તેને ગાડી માં ને અંતિમ વિધિ કરી રે.



આપીયા અંતિમ થાપા યાદ કરવા માટે,
દીકરી મારી મોટી થઈ ગઈ ખબર ના પડી રે.
આપીયુ સુખ ને ખુશ રહેવા લાગી રે,
દીકરી મારી દુઃખ પણ વર્તાવવા ન દેતી રે.

શંકા ના દરિયા માં ડૂબેલા ને બહાર કેમ કાઢવા,
દીકરી મારી પલ પલ માં દુઃખ સહન કરવા લાગી રે,
દુઃખ ભરી જીંદગી જીવવા રે લાગી 
બધી જ રીતે સક્ષમ મારી દીકરી એકલતા નો ભોગ બની રે.

બાપ ને આંચ ના લાવવા દીકરી મારી રડતી રે,
અંતે ટૂંકાવી દીધું જીવન પણ બાપને ના કહીયું,
મરતા મરતા પણ કોઈ ને આંચ પણ ના આવવા દીધી રે,
જણાવી હકીકત આ બધી તેમની નાનેરી નણંદ રે.

થયું મને આજે ખરેખર દીકરી મારી મોટી થઈ ગઈ રે..

4 comments:

  1. ઘણા દિવસે લખ્યું .આપનો આ બ્લોગ ખૂબ જ ગમ્યો આજ મને એ ફરી યાડ અવિગ્યું કાવ્ય જેમે મારા 12 ધોરણ માં ભણેલ અંઅરે ભાંયું શુ સાચે માં અનુભવ કરેલો એ વિનોદ જોશી નું કાવ્ય "કૂંચી આપો બાઈ જી ......"
    એકદમ સ્પર્શી ગયો આપનો આ બ્લોગ . લખતા રહેજો .😊 વાચકો ઘણા રાહ જોતા હોય છે ક્યારે આપનો નવો બ્લોગ આવે ..........

    ReplyDelete
    Replies
    1. Thank you Pathak saheb....

      I will try my best.

      Delete
  2. આજ હું અહીંયા એ ઉલેખેલી કાવ્યપંક્તિ અહીંયા પ્રસ્તુત કરું છું .


    કુંચી આપો બાઇજી!
    તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઇ જી?

    કોઇ કંકુ થાપા ભૂંસી દઇ, મને ભીંતેથી ઉતરાવો.
    કોઇ મીંઢળની મરજાદા લઇ , મને પાચીકા પકડાવો.
    ખડકી ખોલો બાઇજી! તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઇ જી!
    કુંચી આપો બાઇજી!

    તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી.
    તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદીયું પાછી ઠેલી.
    મારગ મેલો બાઇજી! તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઇ જી !
    કુંચી આપો બાઇજી!

    - વિનોદ જોશી (ભાવનગર)

    ReplyDelete
  3. Very nice poem 👌👌👌 keep writing. Depicted a father's feelings very well at such a young age.

    ReplyDelete

River and tide

Andy Goldsworthy makes sense-luscious sculptures entirely out of things he finds in nature — stones, twigs, leaves, plant stalks, cl...