Wednesday, 5 September 2018

માણસ દુભાયો

જો જો આ માણસ દુભાયો,
ભાઈ ભાઈ હોવા છતાં મુંજાયો,
હું આ તું આ આતે કેવી વ્યવસ્થા,
ખરેખર હું તો માણસ બનાવી મુંજાયો.

મેં ક્યાં બનાવીયા હતા ધર્મ જ્ઞાતિ,
ધર્મના નામે લોલી પૉપ આપતો થયો,
હિન્દૂ ને મુસ્લિમ જ ક્યાં છે અહીં,
હિન્દૂ માં પણ અલગ અલગ ભાગ કપાયો.

હે માણસ તું માણસ થા,
નથી જોતી અર્ચના તારી,
શાંતિ થી રે અને બીજા ને ખુશ કર,
ખરેખર તારા આવા પરાક્રમ થી હું મુંજાયો.

Wednesday, 15 August 2018

દેખાય છે




સમજાય છે ભૂલ આજે,
નથી રસ્તા ખુલ્લા આજે,
વિચારોમાં ને વિચારો માં,
સ્વંયમ ને આરોપી ને,
સ્વંયમ નિર્દોષ સાબિત કરું છું આજે.

વિચારો નું મંથન એવું ચાલિયું,
હું હું હોવા છતાં બીજાનું બનિયુ,
ખોટું કહે છે મિત્ર મારો,
કોઈનાં રંગોમાં ન રંગવવા વાળો,
કોઈના રંગોમાં ભીંજાયો આજે.

રંગ એમનો એવો ચડ્યો,
વિચારતા પણ આવી શરમ,
જે રડાવવા માટે હતો ત્તપર,
મન ભરીને રડિયો આજે.

હ્દય જેમનુ બનિયુ હતું પથ્થર,
ફુલ કરતા પણ કુમળું દેખાય છે આજે,
TOM JOHN ની ઉપનામ જાણે
માત્ર Tom બની ને રહી ગઈ લાગે.




*મેહુલ ડોડીયા*

Sunday, 29 July 2018

तुम पे मरने लगे





हुआ आज कुछ ऐसा सब कुछ देखने लगे,
दिल तोहरा देख कर दिल से मुस्कारने लगे,
मिल कर न जाने हम मन ही मन प्यार कर बेठे,
तुम्हारा तो पता नही पर हम दिल से चाहने लगे।

पहेली मुलाक़ात न जाने क्या रंग लाएगी,
जो भी लाएगी पर हम तुम पर मरते है,

प्यार से रूठा हुआ सा था मेरा दिल, 
बहुत ही नाजुक हो गया था मेरा दिल।
किसी को चाहने की हिमत नही थी
फिर भी तुमसे मिलकर फिर से जी उठे हम।

कुदरत का करिश्मातो देखो यारो,
जिस से रहता था बहुत ही दूर,
आज वही मेरी उदासी का कारण बने,
दिल तो चाहता है छोड़ दू सारी माया जहां से।

शायद तुम्हे लगता है में मर जाऊँगा,
तुम्हे लगता है में नही जी सकुगा,
प्यार किया है दुनिया नही छोड़ी है,
बदलेगी जरूर मेरी जिंदगी में शायद,
बस थोड़ी जीने की वजा और मेरी सिद्धि,

मेहुल आज दिल खोल रहा है तुम सब के साथ,
मत उड़ाएगा मजाक उसके साथ, 
दिलकी बाते कलम करे वही सही,
मेहुल ना कर सके तुम्हारे पास,
दिल है तो जरूर समज में आ जायेगी,
वरना काले अक्षर सर्फ काले बादल कह लाएगी।


मेहुल डोडिया
29 July 2018
©mehul_dodiya

Wednesday, 11 July 2018

Rain.. O... Rain





(Poem 1)



Rain..... O.... Rain...

Who are you ? You know !
A lot of hopes and love of all
Nimble surrounding the sky,
Peacock dancing & Frog sounding.

The wind forces the Nimble to shower,
The Zeus order to the teem,
Mizzle wafts the soil and drink by Jacobin,
The mizzle atmosphere makes heaven.

Rain... O... Rain. You are not Normal,
You are the gem-stone for the peasant,
But the Anemoi twitches the Rain.
Still the earth has appetitled and tree wants water.

Zephryus Rides on the lightning Clouds
And they went out with greenery on the earth.

(the task of Scope Classes, Dept. Of Eng. MKBU)




Saturday, 30 June 2018

મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા (પ્રેમ કથા)




Matrubharti Author (click the name)
                     Mehul Dodiya

પ્રેમકથા વિશે....


                   આમ તો પ્રેમ શબ્દ સાંભળતા જ હદયમાં લાગણી અને હર્ષ ઉભરાઈ આવે છે. આપણે મોટા ભાગે એવું વિચારતા હોઈએ છીએ કે પ્રેમ માં આમ હોઈ તેમ હોઈ. તેના વગર જીવન શક્ય જ નથી, અસંખ્ય શબ્દો અને વાક્યો થી તેમને સમજાવવાની કૌશીષ કરીએ છીએ. જે આવા પ્રવચન આપતું હોઈ એ જ એમણા વચનનો ને તોડતા હોઈ છે. એટલે જયારે પ્રેમ સબંધમાં બંધાઈ ત્યારે મારો પ્રેમ મારો પ્રેમ થાય અને જયારે પ્રેમ માં પ્રતીક્ષા નો સમય આવે છે ત્યારે સબંધ ને પૂર્ણ વિરામ આપી દેવાઈ છે. તો ખરી રીતે પ્રેમ શું છે...!

                   પ્રેમ એ એક દેહ અને બે આત્માનું મિલન છે. વિશ્વાસ તેમનો શ્વાસ છે અને પ્રતીક્ષા પ્રેમ ને જોડનારી અમૂલ્ય કૂંચી છે. જે આપણે કૂંચીને પામીયે એ પહેલા અને દ્વાર પર પોહચીયા પહેલા જ હાર માની પરત ફરીએ વળિયે છીએ. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રતીક્ષા છે જ્યાં પ્રતીક્ષા છે ત્યાં વિશ્વાસ છે જ્યાં વિશ્વાસ છે ત્યાં શંકા કુશંકા નામની ધૂળ તેમના પર અસર કરતી નથી.

                મૈત્રી અને મિત્ર આ બંને શબ્દો આમ તો સમાનાર્થી છે એકબીજાના પરંતુ મારી દ્રષ્ટિએ આ બંને વચ્ચે ઘણો તફાવત છે. જીવન દરેક તબક્કે કોઈને કોઈ રીતે આ બંનેની મુલાકાત થાય જ છે. આ દુનિયા માં સાહેબ બધા પાસે મલમ હોઈ એ જરૂરી નથી કોઈ પાસે મીઠું (નીમક, Salt) પણ હોઈ જ છે અને સમય આવતા તે પોતાનો રોલ ભજવતા હોઈ છે. આપણે જેના પર આપણી જાત કરતા પણ વધુ વિશ્વાસ કરતા હોઈએ છીએ એ જ વ્યક્તિ જ્યારે આપણી નબળાઈ જાણી ને તમને ઠેસ પોહચડે છે ત્યારે ખુબ જ લાગી આવે છે. મૈત્રી જે આમતો આપણી સાથે જ રહે છે આપનો વિશ્વાસ જીતે છે અને આપણી નબળાઈ જાણી ને બધીયે સારી થવા માટે આપણી લાગણી સાથે ખેલે છે. મિત્ર જેને આપણે કોઈ ખાસ પ્રકાર નું મહત્વ નથી આપતા કેમ મૈત્રી પહેલી જ આપના જીવન માં આવી ગઈ હોઈ છે છતાં પણ મિત્ર આપણી હર એક મુશ્કેલ ક્ષણમાં તે સાથ આપે છે. તેમની માટે પોતાના વ્યક્તિગત કામ કરતા મિત્ર ની ફિકર વધારે હોઈ છે. સારો મિત્ર હોવો એ સદ્દભાગ્ય ની વાત છે અને એ જીવન માં મળવો એ પણ સૌભાગ્ય ની વાત છે. આ પ્રેમ કથા વાંચશો એટલે ખ્યાલ તો આવી જ જશે કે,

પ્રેમ શું છે..?

પ્રતીક્ષા શું છે..?

વિરહ શું છે..?

મિત્ર શું છે..?

મૈત્રી શું છે..?

              આ પ્રેમ કથા આમ તો સત્ય હકીકત પર આધારિત છે, પણ થોડો ઘણો ઉમેરો કરી આપ સમક્ષ મુકું છું. આ માત્ર પ્રેમ કથા જ નથી પરંતુ પ્રેમ નો સાચો અર્થ અને મિત્ર ની સાચી પહેચાન કરાવી છે. આ વાર્તા મારા જાન થી પણ વાહલા મિત્ર, જે બચપણ થી મારી સાથે જ છે અને હંમેશા મારો સાથ દીધો છે તે વ્યક્તિ શ્રી બકુલ ભગવાનભાઈ ગોહિલ ને હું સમર્પિત કરું છું.


~ મેહુલ ડોડીયા (એમ.ડી)

                                        ***


                               બ્રિજેશ આમ તો ભણતરની બાબતે ખુબ જ કાચો પણ તેમણો સ્વભાવ જાણે મીણ ની જેમ સીધું સાદું. તે માણસો ના મન જીતવા માં ખુબ જ માહિર હતો આમ તો તે કોઈ પણ સાથે બે પળ માં સાકર મારફક ભળી જાય. પોતાના જીવનમાં, મિત્રોના સંગાથમાં અને પરિવારજન ના વ્હાલમાં ખુબ જ ખોવાયેલો રહેતો. પ્રેમ શું છે પ્રતીક્ષા શું છે એમની તો તેમને ખબર જ નોહતી. પોતાના જીવન ને દરેક પહેલ પર મોજ મજાથી માણતો. ઈર્ષા, લોભ, મોહ, થી પર, સુખ દુઃખ બધી જ પરિસ્થિતિ માં હસીને મુકાબલો કરતો. ખુબ જ વાતુડિયો, પણ તેમની આસપાસ રહેતા માણસો પણ તેમની તેમની વાત ને ધ્યાન થી સાંભળતા અને તેમની અલગથી આંનદ લેતા. અને જયારે કોઈ છોકરી સાથે વાત કરવાનું બને ત્યારે મોં માં મગ ભરાઈ જતા.

                        મેટ્રીક સુધી તો ભણતર ની દોર દોરવાતી રહી, પણ ખરી સમસ્યા હવે સર્જાઈ. રોજગાર મેળવવા અવનવા નસુરખા અપનાવિયા, પાન ની દુકાનથી માંડીને હાઈ પ્રેસર ના મશીન સુધી ના અવનવા ધંધા અપનાવી જોયા, છતાં પણ કોઈ જગ્યાએ ખરી સફળતા મળી નહીં. અંતે હીરા ઉદ્યોગ માં જોડાયો, થોડો સમય માં તો ઘણો ફાયદો થયો પણ એકદિવસ અચાનક ભારે ભરખમ ખોટ આવી જેટલા નું રોકાણ કરીયું હતું તેમના કરતા વધારે તો દેણુ થયું, વ્યાજ માં પણ પૈસા મેળવવા મુશ્કેલ બનિયુ. અંતે સ્થળાંતર કરવા પડીયું. પિતાજીની બધી જ મિલ્કત વહેંચી નુકશાન ભરીયું, અને સ્થળાંતરની સાથે જ તેમના પિતાજીને માંદગી પોંહચી વળી. હજુ સેટલ થાય એ પહેલા જ જે થોડી ઘણી મિલ્કત બચી હતી એ પણ માંદગી આંબી ગઈ, ખુબ જ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો. શું, કેમ, ક્યારે, કેવી રીતે ખોટ પુરાશે તેમની ખબર જ નોહતી પડતી. એટલી કપરી પરિસ્થિતિ સર્જાઈ કે પરિવારની ગુજરાન ચાલવું પણ મુશ્કેલ બનિયુ. બ્રિજેશ હવે દરજી કામમાં જોડાયો. અને શરૂઆત માં મજુર પ્રમાણે થોડા પગાર માં નોકરીએ જોડાયો. પિતાની માંદગી ના કારણે રોટી, કપડાં ઔર મકાન બધી જ જવાબદારી બ્રિજેશ પર હતી. હસમુખા ચહેરા પર એક દુઃખ માહોલ સર્જાયો જેથી સમાજ, પરિવાર તેમજ મિત્રો સાથે પણ સંબંધ ઓછો કરીયો. છતાં પણ મુજવાયેલા ચહેરા ને હ્દયમાં ક્ષમાવી, શાંત ચિત્તે નોકરી કરતી રહીયો. આ સમય દરમિયાન તેને સાથ સહકાર આપનારું કોઈ જ નોહ્તું, માત્ર તે એક જ મિત્ર સાથે રહતો, દિલની વાત શેર કરતો, તેનું નામ હતું મિહિર.




                 પોતાના પરિવારજનો ની સંભાળ રાખવા ખુબ જ ચીવટ ભરીયું કામ શરુ કરિયું, પાર્ટ ટાઈમ ની સાથે ઓવર ટાઈમ પણ આપવા માંડ્યો. એક દિવસ અચાનક તેમના જીવન માં એક મોટો પરિવર્તન આવિયો જે તેમના સંપૂર્ણ જીવન બદલી નાખીયું.  રવિવારના રજા ના દિવસે બ્રિજેશ ઓવર ટાઈમ આપી રહીયો હતો. ૪ વાગીને ૩૦ મિનિટ થઇ હતી. બ્રિજેશ ને સાતમ - આઠમ ની કામ આપવાનું હતું. બ્રિજેશ સંપૂર્ણ ઈચ્છા શક્તિ તેમ જ મન એક જગ્યા એક જગ્યા એ એકત્રિત કરી, પોતાના કામ કરતો હતો. શેઠની દુકાને એક ગ્રાહક આવીયું, આમ તો તે શેઠના પરિચિત જ હતા, ડ્રેસ ના માપ દેવા બ્રિજેશ પાસે મોકલીયા. જો કે બ્રિજેશ ની નજર ક્યારેય ખરાબ હોઈ શકે જ નહીં તે નજર નીચે રાખી ડ્રેસ નું માપ લીધું. ત્યાં જ તેમના શેઠે ચા મંગાવી, બ્રિજેશ ઉપર બીજા માળે કામ કરી રાહીયો હતો અને શેઠ ની દુકાન સૌથી નીચે હતી. દુકાન માં બીજું કોઈ ન હોવાથી જે ડ્રેસનું માપ દેવા બ્રિજેશ પાસે આવી હતી તે જ છોકરી ( સ્નેહા ) ચા નો કપ લઇને બ્રિજેશ પાસે આવી. અને બ્રિજેશ ની આખો સ્નેહાની આખો સાથે મળી, અને જોત જોતા માં બને પ્રેમમાં પડયા. ધીમે ધીમે પ્રેમ ની સાચી પહેચાન સારું થઇ. સ્નેહા ધીરે ધીરે તેમની દુકાન પર અવાર નવાર આવતી રહી. બ્રિજેશ પાસે તો શબ્દ જ નોહતા. સ્નેહા એ શરૂઆત કરી એક લેટર લખિયો અને તે બ્રિજેશને પાસ કરિયો અને બંને ની લવની ખરી ભવાઈ શરૂ થઈ. સ્નેહાનું બ્રિજેશના ઘરમાં આવું તે તેમના માટે શુકન બની ગયું.  થોડા જ સમય બ્રિજેશે સ્નેહાને પ્રેપોઝ કરીયું. જો કે સ્નેહા પણ તેમને પ્રેમ કરતી જ હતી એટલે બંને એકબીજા ના પ્રેમ ગાઢ સમુદ્રમાં નાનકડી નાવડી લઇને મધ દરિયે પોહચીયા. જેમ જેમ સ્નેહા બ્રિજેશના જીવનમાં આવતી ગઈ તેમ તેમ બ્રિજેશની પરિસ્થિતિ સુધરતી ગઈ. થોડા પૈસાનું સેટિંગ કરી અને દરજી કામ માં પોતાના નો બિઝનેસ શરૂ કારીયો. જે થોડા જ સમયમાં પૈસાની કમી અને રોટલા નમી જતી રહી. જોત જોતમાં તેની પરિસ્થિતિ સુધારવા માંડી.



           કહેવાય છે ને સાહેબ, પ્રેમ થવો સહેલો છે જયારે પ્રેમ ને પામવો ને ઘણું મુશ્કેલ છે. સાચો પ્રેમ તો અમુક ને જ મળે છે. અને બ્રિજશે નો પ્રેમ સાચો હતો પણ જેમ વિઘ્ન આવયા વગર પ્રેમ કેમ પ્રેમ કહેવાય...? બ્રિજેશ ની પ્રેમ કહાની પણ એક મહા ટ્વીસ આવિયો જેથી બંને જીવન તહેસ નહેસ થઇ ગયું. સ્નેહા ની મોટી બહેન, ગ્યારા એક ચિરાગના પ્રેમ માં હતી અને તેના પરિવારજન કે સ્નેહાના પરિવાર જન આ બંને ને લગ્ન કરી આપે તેમ નોહતા, અને ગ્યારા તેને જાન થી પણ વધારે પ્રેમ કરતી હતી જયારે ચિરાગ માત્ર શારીરિક જરૂરિયાત માત્ર તેનો ગલત ઇસતમાલ કરતો અંતે ઘરે થી તેમની માગ પુરી કરવામાં ન આવી અને પિતા ના કઠોર શબ્દો થી તેને ગ્યારાને છોડી દીધી અને ગ્યારા તેમના પ્રેમમાં પાગલ બની હાથ નસ તેમજ દવા પણ પીધી, સમયની મહેરબાની એ દુર્ઘટના બની નહીં અને બચ્ચી ગઈ. અને તેમના લગ્ન તત્કાલીન યોજવી તેમને સાસરે મોકલી. જેની અસર તેની નાની બહેન તેમજ પરિવારજન પર પડી અને થોડી ઘર કડક બનયા. સ્નેહા પણ આ વાત ખુબ જ લાગી આવી જેથી તેને બ્રિજેશ સાથે પણ સંબંધ પુરા કરવાના વિચારીયું, તે સીધી રીતે તો બ્રિજેશ ને કહી શકે તેમ નોહ્તું માટે તે ધીમે ધીમે બ્રિજેશ સાથે સંબંધ ઓછા કરિયા પહેલે એકાત્રા પછી અઠવાડિયે અને પછી ૪ કે ૫ મહિને કોલ કરવાનું શરુ કરીયું અને મળવાનું તો સાવ બંધ કરીયું, અને જો સંજોગોવશ મળવાનું બનિયુ હોઈ તો સ્નેહા મોં ફરવી લે. હસવાનું તો એક સાઈડ માં રાહીયું સાહેબ પણ સામું જોઈ ને મોં ફેરવી જવું આ તે કેવી પરીક્ષા. ખરેખર બંનેના પ્રેમમાં વિશ્વાસ ની ખામી સર્જાઈ. જો કે હૃદય થી તો બન્ને એક જ હતા. અલગ થવું એ તો થોડી ગેરસમજ હતી એક પ્રકારની પ્રતીક્ષા હતી એક પ્રકાર ની અગ્નિ પરીક્ષા હતી. આ તરફ મિહિરની પણ એ જ હાલત હતી. ઘરે થી તેમને લગ્ન નો ફોર્સ હતો. છતા પણ એ સ્નેહા ના પ્રેમ પ્રતિયે વફાદાર રહીયો. એટલે લગ્ન ની તો ના જ પાડી એ બ્રિજેશ પોતે જાણતો હતો કર સ્નેહા હવે ધીમે ધીમેં તેમને તરછોડે છે, છતાં પણ સ્વાર્થ વિનાનો પ્રેમ જતાવતો રહિયો. સમય ની સાથે સ્નેહા ના કોલ અને મેસેજ તેમજ મળવા જેવી ના ચીજ વસ્તુ થી દૂર જતા હતા. ખરેખર બ્રિજેશ ને હવે વિચાર આવે છે  સ્નેહા હવે સંબંધ ટકાવવા નથી માંગતી અને બીજી જ ક્ષણે તે એમ પણ વિચારે છે કે જો તે સંબંધ ટૂંકાવવા માંગતી હોય તો મને સામે થી કહી દે આવું તો ના જ કરે. આવા વિચારોમાં મઘન થયો અને બિઝનેસમાં ધ્યાન આપતો બંધ થયો.ધીરે ધીરે બિઝનેસ પણ પડતી આવતી હતી છતાં પણ બ્રિજેશ સ્નેહાના ગમ માંથી બહાર નીકળી શકતો નથી.

            મિહિર ને જયારે આ વાત જાણ થાય છે ત્યારે બ્રિજેશ ને મળવાનું ગોઠવીયું તેમની પાસે વાત કાઢવવા માટે કૌશીષ કરી પણ બ્રિજેશ કહેવા તૈયાર થતો નથી. અંતે મિહિર દોસ્તી ના સોગન્ધ આપી. અને ત્યારબાદ તે મિહિરને સંપૂર્ણ વાત જણાવે છે ચાના કપ થી માંડીને કોલ સુધીની બધી જ વાત કરી. બે પલ માટે તો મિહિર બ્રિજેશ પર ગુસ્સે થયો અને બીજી પળ માં તેની મદદ કરવા ત્તપર બનીયો જો કે મિહિર તો સ્નેહાને જાણતો પણ નોહતો પણ સાથે રહેલા ફોટોગ્રાફી જોઈ. બ્રિજેશ તો આ મેટરમાં પાડવાની મિહિર ને ચોખ્ખીચટ મનાઈ કરી દે છે થોડા વચન અને તેની ભૂલી જવાની ભલામણ કરીને મિહિર જતો રહે છે. થોડાદિવસ તો મિહિરે બ્રિજેશ ને તેની હાલતમાં છોડી દે છે. અને સ્નેહા મિહિરની ત્યાં જ ટ્યુશન આવતી હોય છે. બ્રિજશની દિવસે ને દિવસે કપરી પરિસ્થિતિમાં મુકતો જતો હતો. મિહિર પણ આ હાલત જોઈ શકતો ન હતો. મિહિર પણ ખુબ મુજયો કારણ કે એક તરફ તેમનો જાન કરતા પણ વધારે વાહલો એવો મિત્ર, બ્રિજેશ અને બીજી તરફ તેની કમાયેલી આબરૂ. કોને ચૂને બીજો કોઈ ઓપ્શન જ નોહતો......

              મિહિર ઉંડા વિચાર માં હતો, શું કરવું જોઈએ શું નહીં કંઈ જ ખ્યાલ આવતો નહોતો. બ્રિજેશ ધીરે ધીરે લાચાર, તેમજ બિઝનેસમાંથી દૂર થતો જતો હતો. માલમિલ્કત પણ જોખમમાં મૂકાતી જતી હતી. ગમમાં એટલો લાચાર થઈ ગયો કે ખોટ અને નફા માં કોઈ જ ફર્ક પડતો નોહતો, લીધેલા કોન્ટ્રાક્ટ પણ પુરા કરી શકતો નોહતો માટે તેમની માર્કેટ માંથી વેલ્યુ ઓછી થતી જતી હતી. આ તરફ સ્નેહા ની પણ એ જ હાલત હતી. બ્રિજેશને છોડવા નથી માંગતી જયારે ગ્યારા સાથે થયેલા અન્યાય અને પ્રેમના નામે થયેલા શારીરિક શોષણ જાણીને ડરી ગઈ હતી. વિશ્વાસ ની અભાવતા ના કારણે પોતાના સાચા પ્રેમનું બલિદાન દેવા તૈયાર થઇ હતી. કહેવાય છે ને કે, 'प्रेम पियाला जबसे पीया है, ईसक जीता है ये हाल, अंगारो पे नींद आजाये काटो पे आराम ।' બંને તડપે છતાં એકબીજા ને કહેવા તથા મળવા તૈયાર થતા નથી. એટલે જ કવીશ્રી એ કહીયું છે કે જ્યારે થી પ્રેમ થયો છે ત્યારથી હાલત કાંઈક આવી જ થાય ન તો કહી શકાય ન તો રહી શકાય.



              એક દિવસ, મિહિર ટયુશનમાં લેક્ચર લઈ રહીયો હતો. સ્નેહા અને તેમની મૈત્રી પણ સાથે હતી અને બીજા વિધાર્થીઓ હતા. મિહિર Isabella; the pot of basil જ્હોન મિલ્ટન ની કવિતા પર લેક્ચર આપી રહીયો હતો. લેક્ચર દરમિયાન મિહિર ને બ્રિજેશ ની પ્રેમ કહાની યાદ આવી ગઈ અને સરળતાથી સમજાવવા તેને સ્નેહા બ્રિજેશની વાર્તા અલગ જ દ્રષ્ટિ એ કહી જે ડિરેક્ટ ન કહી શકાય. કેમ કે સ્નેહા ત્યાં ઉપસ્થિત હતી. જયારે આ વાત તેને છંછેડી ત્યારે સ્નેહા ના હાવભાવ બદલાતા હતા. પોતાના વિષયમાંથી ભટકી ન પડે એ માટે મિહિર મુખ્ય કવિતા પર આવિયો. ધીરે ધીરે પ્લોટ વધતો ગયો તેમ તેમ સ્નેહા હાવભાવ અને ધ્યાન વધારે ને વધારે કવિતા અને પોતાની પ્રેમકથા પર ખેંચાનું. જયારે મિહિર દ્વારા કવિતા ના મધ્યમમાં પહોંચીયો અને કહીયું કે Isabella ના ભાઈઓ દ્વારા તેમના પ્રેમી ની હત્યા કરાઈ અને તેમને (પ્રેમી, Lorenzo) દાટી દેવાયો, અને પછી તે (Ghost) Isabella ના સપનામાં આવીને તેને વાત કરે છે આ જયારે વિગતવાર ચર્ચા થતી હતી ત્યારે સ્નેહાની આંખમાંથી આંસુ સરી ગયું. અને મિહિર આ બધી વાતની જોતો હતો. લેક્ચર પૂરો થયો તે પહેલા સ્નેહા અને તેની મૈત્રી ને થોડીવાર રાહ જોવાનું કહીયું કોઈ કારણોસર, અંતે તેમની મૈત્રીને દૂર કરવા કોઈ ઉપાય ગોતીયો અને મિહિરે વાત સ્નેહા પાસે થી જાણવાની કૈશિષ કરી પણ તે કહેવા તૈયાર નોહતી જયારે મિહિર પોતે જ બ્રિજેશની વાત કરી, બે પળ માટે તો સ્નેહા આશચર્યચકિત થઇ પછી મિહિરે તેને મિત્રતાની વાત કરી અને બ્રિજેશ ની પરિસ્થિતિની વાત કરી, સ્નેહા પણ પોતાના પ્રેમને મિહિર સમક્ષ મૂકી દે છે અને તેના જીવન અને પરિવારજન ની સમસ્યાની વાત કરી. બ્રિજેશ પણ સ્નેહાની વાત સાથે સહમત હતો કે જે ભી બનિયુ તે ખુબ જ ખોટું કહેવાય પણ સ્નેહા જે બ્રિજેશ સાથે કરી રહી હતી એ પણ ભૂલ છે એ સ્નેહા ને સમજાવે છે અને વિશ્વાસ ની વાત જણાવે છે. જયારે આ વાતચિત શરુ હતી ત્યારે સ્નેહા ની મૈત્રી ગરોળી મારફક આ બધું સાંભળી રહી હતી.



              સ્નેહા ઘરે આવીને વધુ ચિંતિત બની કે બ્રિજેશ કંઈક ઊંધું પગલું ના લે. સ્નેહાને જે મિહિર દ્વારા સમજ આપવામાં આવી એ વિષે વિચારે છે સ્નેહા ને પોતાની ભૂલ સમજાઈ છે અને બ્રિજેશને મળવાનું અને કોલ કરવાનું નક્કી કરીયું. સ્નેહા જ્યાં કોલ કરવા મોબાઈલ ઉઠાવે છે ત્યાં જ તેની મૈત્રી ઘરે આવે છે અને ત્યારે કોલ કરવાનું બંધ રહે છે. અને ઈર્ષા અને બદનામ કરવાના હેતુથી આવેલી સ્નેહાની મૈત્રી સફળ થઈ છે અને તે ગ્યારા અને તેની માતાને બધી વાત કરે છે અને સાથે સાથે મિહિરના ટયુશનમાં થયેલી ઘટનાની વાત કરે છે ધીમે ધીમે આ વાત ગામમાં ફરવા લાગી. જેમ સારી વસ્તુનું પ્રદશન થતા વાર લાગે તેમ ઉતારી પાડવાની વાતુનું પ્રદશન થતા વાર ન લાગે. સ્નેહા ની જીવનમાં વધારે કષ્ટદાયી બાણીયું, કોલેજ અને ટયુશન પણ બંધ થયું ઘરની બહાર પણ જવાનું બંધ થયું પોતાનું ઘર જ જેલ બનિયુ, રાત્રે સુતી વખતે તાળા લાગવા માંડયા અને બહાર જવાનું આવવાનું બંધ થયું એ પણ માત્ર કાન ભાંભરણીના કારણે. અને સાથે સાથે મિહિરની નોકરી તેમજ ટયુશન પણ બંધ થયા અને બ્રિજેશ નો બિઝનેસ પણ બંધ થતો અને ફેક્ટરી બંધ થઈ.

                 સ્નેહા ઘરમાં બધાથી મોટી હોવાથી તેમના લગ્ન નક્કી કરાવીયા. નાક ને બચવા મંજુર નામંજૂર, જેવું તેવું ગોતી પરણાવી દેવાની તૈયારી થઇ. લગ્નની તારીખ નક્કી થઇ, કંકોત્રી છપાઈ ગઈ. બ્રિજેશે લીધેલી લૉનવાળા ફોર્સ કરવા મંડિયા અંતે બ્રિજેશ મકાન વહેંચવો પડ્યો અને પહેલાની પરિસ્થિતિ કરતા પણ ખરાબ બની પહેલા તો દેશી નળીયાવાળી કાચી એક ઓરડી હતી પણ અત્યારે તો એ પણ નોહતી. બ્રિજેશ પરિવારજન સાથે મિહિરના ઘરે આવિયા અને સાથે રહેવા લાગીયા.

          સ્નેહાના હાથમાં મહેંદી લગાવી દીધી હતી, કાલે સવારે તેની જાન આવવાની હતી. બ્રિજેશ હવે તેની વગર જીવી શકે તેમ નોહતો તેને પણ કાલે જાન કાઢવાનું નક્કી કરીયું પણ બ્રિજેશની જાન અલગ હતી જેમાં તે પોતે જ હાજર નહીં હોઈ. મિહીર પાસે પરિવારનું ધ્યાન રાખવાનું સૂચવીયુ, જો કે બ્રિજેશ તેને અવારનવાર આવી વાતો કરતો એટલે તેને એટલો બધી ધ્યાન ન આપીયુ અને તેને કહીયું એમણી હા મેળવતો ગયો. સ્નેહા પણ બ્રિજેશના વિચારો આખી રાત કરિયા અને તેને પણ suiside કરવાનું વિચારીયું પણ ઘરે આવેલા મહેમાનો તેને એકલી છોડતા ન હતા...



            સવારના ૫ વાગીયા હતા, બ્રિજેશ કોઈને કશું જ કહિયા વગર ઘરમાંથી બહાર નીકળી ગયો, સ્નેહા આખી રાત સુતી ન હતી, રડી રડીને લાલ કરેલી આખોવાળી, મનમાં માત્ર વિચારો થી ગુંચવાયેલી, જોર જોર થી હસવા લાગી અને

બ્રિજેશ....બ્રિજશે... 

કાળી ચીખ નાખી. સુતેલા મહેમાન જાગી ગયા અને દોડી દોડીને સ્નેહાના રૂમ તરફ દોડિયા, પણ રૂમમાં કોઈને પ્રવેશ માતા પિતા દ્વારા ન અપાયો. આબરૂ સાચવવા માટે પરિવારજન તેને લગ્ન માટે તૈયાર કરવા મોકલી. બ્રિજેશ ઘરથી થોડેક દૂર એક ઝાડ નીચે બેઠો, એની હાલત પણ એવી જ હતી. કહેવાય છે (સંગીત સાહિત્યમાં)

      प्रीत की लत मोहे ऐसी लागी, हो गई मैं मतवारी,
बल बल जाऊं अपने पिया को, के मैं जाऊं वारी वारी,
मोहे सुध बुध ना रही तन मन की, ये तो जाने दुनिया सारी
बेबस और लाचार. फिरू मैं, हारी मैं दिल हारी, हारी मैं... दिल हारी......
        
                     જાનનું આગમન થઇ ગયું હતું, દુલ્હેરાજા નું સ્વાગત જોરે શોરે થી થયું. સ્નેહા બ્યુટી પાર્લરથી પરત આવી ગઈ હતી. સ્નેહાના મુખમાંથી માત્ર બ્રિજેશનું નામ જ રણકતું હતુ. વિશ્વ ખુબ જ પ્રેમાળ અને દયાવંત છોકરો હતો. ખુબ જ ભણેલો, નોકરિયાત હતો  (વરરાજા) જેમને સ્નેહા વિષે કોઈ પણ જાણકારી હતી નહીં. ગોરમહારાજ દ્વારા વિધિ પુરી થઈ અને ગોરમહારાજ દ્વારા કન્યાને મંડપમાં લાવવાની સૂચન મળિયું. આ તરફ બ્રિજેશ ભાન ભૂલી ગયો હતો સ્નેહા ની યાદમાં ને યાદમાં તેની મતિ જતી રહી હતી. તે શું કરે છે કશી જ ખબર નોહતી માત્ર ને માત્ર સ્નેહા સ્નેહા જ થતું હતું, પોતાના માથા પરના વાળને ખેંચીતો, પળ પળ તેની સાથે ગુજારેલા સમય ને યાદ કરી તેના સ્પર્શ જ્યાં જ્યાં હતો તેને નુકશાન પોહચતો હતો, માથા પર લોહી નીકળી રહિયું,  જે હાથે સ્નેહા નો હાથ પકડ્યો હતો તે હાથને પથ્થર પર પછાડી રહિયો હતો, પોતાની જ છાતી જે તેમને ગળે મળી હતી તે સ્થાને પણ હાથ પછાડી રહીયો હતો, પોતાને ને પોતાને જાપટ મારતો હતો. થોડી જ વારમા લોકો નો ટોળું વળિયું પણ તેને રોકવાને બદલે તેના વિડીયો ઉતારી રહયા. મિહિરને ઉઠયાની સાથે જ બ્રિજેશને શોધે છે તેની પત્ની ઋતુને પૂછે પણ ઋતુને પણ કશી જ ખબર હોતી નથી મિહિર તેને શોધવા આમથી તેમ દોડાદોડી કરે છે પણ તેમનો અતો પતો લાગતો નથી થોડેક દૂર જઈને કપાળ પર હાથ મૂકીને નિસાસો નાખતા રડતા મુખે સાદ પાડે છે ત્યાં થોડે દૂર એક ઘટ વૃક્ષ પાસે માણસોનું ટોળું જોવે છે અને તે તરફ દોડે છે અને જુઆ માંગે ત્યાં શું ચાલી..! ત્યાં જઈને જુએ છે તો બ્રિજેશ પોતાની જાતને નુકશાન પોહચાડવાની કૌશીષ કરી રહીયો છે, લોહી થી લથપથ હતો છતાં પણ માણસો તેને રોકવાના બદલે તેને વીડિયો ઉતારતા હતા, તેને ઉશ્કેરી રહયા હતા, મન ફાવે તેવા અભદ્ર શબ્દો બોલી રહયા હતા. મિહિર દોડીને તેને પકડે છે પણ બ્રિજેશ તેને પણ ઢોર માર મારવા લાગીયો કારણકે તે તેને નુકશાન પોહચાડવા ન દેતો હતો. અચાનક લોકોના ટોળાં માંથી કોઈકે પથ્થર ફેંકીયો જે સીધો મિહિરના માથા પર આવિયો તેના પણ માથે લોહી વહેવા લાગીયું, છતાં તે બ્રિજેશ ને રોકતો હતો સમજાવતો હતો ઉભો કરવાની કૌશીષ કરતો હતો પણ તે ઉભો થવા માંગતો ન હતો.



                  સ્નેહા ચાલી શકે તેમ નોહતી, તેમના ભાઈઓ દ્વારા, પાટલા પર બેસાડી પાછળ થી પકડી ને મંડપમાં લવાઈ. ધીમે ધીમે લગ્નની વિધિ આગળ વધતી હતી, ફેરા નો સમય થઇ ગયો હતો, ફેરા ફરવા માટે બંને ઉભા થયા,  પહેલો..... બીજો.... ત્રીજો.... અને ચોથો ફેરો ફરીને જ્યાં પાટલા પર જમણો પગના અંગુઠાને અડાડવા જતા , હજુ અડ્યો પણ નોહતો ત્યાં જ સ્નેહા બેભાન થઇ અને અગ્નિ કુંડની પાસે પડી, સ્નેહા નું પાનેતર નો છેડો અગ્નિ કુંડ માં પડ્યો, જોત જોતા માં અગ્નિ આખા મંડપ માં ફરી વળી, વિશ્વ અને ગોર અગ્નિ જોતા જ બહાર ભાગીયા, વિશ્વને ભાન થાય છે કે સ્નેહા હજુ મંડપમાં છે તે ફરી અગ્નિ ભરેલા મંડપમાં ઉતરીયો. સ્નેહાને લઇને બહાર લઇ આવિયો પરંતુ તેમની માથે રહેલો સાફો ત્યાં મંડપમાં પડી ગયો અને અગ્નિમાં ભસ્મ થઇ ગયો. સ્નેહાને બહાર લાવતા જ તેમની માતા દ્વારા સાલ ઓઢાડી અને વિશ્વ પાણી મંગાવવા લાગીયો. બેભાન અવસ્થામાં પણ તે બ્રિજેશ બ્રિજેશ જ કરતી હતી. મહેમાનો આમ થી તેમ પાણી ભરેલી ડોલુથી અગ્નિ બુજાવવાણી કૌશીષ કરવા લાગીયા. વિશ્વ સ્નેહા પર પાણી છાંટીને ભાનમાં લાવે છે અને તેને ખ્યાલ આવે છે બ્રિજેશ તેના પ્રેમીનું નામ છે અને બન્ને ને જોરજબરદસ્તીથી દૂર કરવામાં આવીયા છે. તે સ્નેહાનો હાથ પકડીને, બધાની સામે થી બહાર લઇ જાય છે પહેલા સ્નેહા અને વિશ્વ તેની પાછળ તેની મૈત્રી તેની પાછળ મહેમાન એમ ધીમેં ધીમે બધા બહાર નિકળીયા, તે સ્નેહાને મિહિરના ઘર વિષે પૂછે છે પણ તે બોલી શકે તેમ હતી નહીં તેની પાછળ આવી રહેલી મૈત્રી મિહિરનું ઘર જાણતી હતી એટલે તેને ત્યાં લઇ જાય છે ત્યાં જઈને વિશ્વ બ્રિજેશને સાદ પાડે છે પણ ત્યાં બ્રિજેશ કે મિહિર હોતા નથી વિશ્વ સ્નેહાને ત્યાં છોડીને તે આ બંને ને શોધવા નીકળે છે અને થોડે દૂર જઇ પોહચે છે ત્યાં લોકો એક સુમસામ જગ્યા પર જઈ રહયા હતા વિશ્વ તે લોકોને પૂછે છે કે તમે કેમ ત્યાં જાવ છો તો એ લોકો એવો જવાબ આપે છે કે, ત્યાં રહેલા કોઈક બે જણા એક બીજાની જાન લેવા ત્તપર છે એ જોવા જાય છે વિશ્વને થયું કે બ્રિજેશ ને પછી શોધીશું પહેલા તે બંને ને રોકીયે, સ્નેહા ચુપચાપ બેસે તેમ નોહતી માટે તે પણ તેની મૈત્રી સાથે તેને શોધવા નીકળે છે અને વિશ્વને જુએ છે તો તે કોઈ જગ્યા પર જઈ રહીયો હતો તેને થયું કે બ્રિજેશ મળી ગયો છે માટે એ તરફ પણ જાય છે...

            વિશ્વ બંનેને ઓળખતો નહતો માટે પહેલા ત્યાં જઈને શાંતિથી એ બંને ને સાંભળી રાહીયો હતો. સ્નેહા જેમ જેમ ટોળાંની નજદીક પોહચતી હતી ત્યાં લોકોના અવાજો વચ્ચેથી ઝીણો અવાજ આવી રહીયો હતો. સ્નેહા તે અવાજને ઓળખી લે છે કે આ અવાજ બ્રિજેશ અને મિહિર નો છે અને તે બોલી નોહતી શક્તી છતાં પણ તે બ્રિજેશને સાદ પાડે છે, ટોળાનું ધ્યાન સ્નેહા પર પડે છે અને એક સાઈડ થઈ જાય છે. મિહિરના દેહમાં જીવ આવિયો પણ બ્રિજેશ એ તરફ જોતો પણ નથી મિહિર તેના મુખને એ તરફ કરે છે બ્રિજેશ એ તરફ જોતો જ રહી જાય છે પણ મનમાં એવું વિચારે છે આ પણ મારો ભ્રમ છે મિહિર હવે તેને છોડી દે છે પણ ભ્રમ છે એ માટે તે ફરી પોતાના વધેલા વાળને પકડે છે અને ખેંચે છે મિહિર ફરી તેના વાળ છોડાવે છે તો તે મિહિરને ફરી માથા પર જ્યાં વાંગીયું હતું એ જગ્યાએ ફરી પથ્થર મારે છે ફરી મિહિરના માથા પર ફરી લોહીની ધાર થાય છે, સ્નેહા આ બંનેને લોહીથી લથપથ જોઈને ફરી સાદ પાડે છે અને બ્રિજેશને હવે સાચું લાગે છે મિહિર માથું પકડીને ત્યાં ત્યાં સુઈ ગયો. વિશ્વ દોડીને મિહિરને પકડે છે તેના માથા પર રૂમાલ બાંધે છે, સ્નેહા અને બ્રિજેશ લથોડીયા ખાતા ખાતા પાસે આવે છે અને નજદીક પોહચતા જ બ્રિજેશ પડી જાય છે ફરી ઉભો થાય છે બંનેની એક બીજાને ગળે મળીને રડવા લાગે છે ત્યાં જ બ્રિજેશ, મિહિર, વિશ્વ અને સ્નેહાનાં માતા પિતા, મહેમાનો સાથે તે સ્થળ પર પોહચી જાય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા બધા જ માણસોના આંખમાંથી આંસુ આવી જાય છે અને તાળીઓના ગડગડાટ થઇ ઉઠે છે વિશ્વ મિહિરને લઇને ત્યાં આવે છે અને બંને હાથ જોડીને બંને પરિવારજનો ને વિન્નતી કરે છે કે, આ બંનેને સાથે રહેવા દો. વિશ્વ હોસ્પિટલમાં કોલ કરી ઇમરજન્સીમાં આ ત્રણેયને દાખલ કરે છે જ્યાં સુધી ત્રણેય રજા ન મળે ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રોકાય છે અને ૩ કે ૪ દિવસ પછી ડોક્ટર રજા આપે છે અને લગ્ન નક્કી કરી સ્નેહા અને બ્રિજેશના લગ્ન કરાવી દે છે...



                      વિશ્વ બ્રિજેશને ફરી બિઝનેસમાં સેટ થવા મદદ કરે છે અને વિશ્વ દ્વારા આ બંનેની love story, સ્નેહા, બ્રિજેશ અને મિહિરના (મિત્રતા) નામ સાથે છપાવે છે આ સમાચાર ગામોગામ અને શહેરોમાં લોકપ્રિય બને છે અને મિહિરના કૉલેજના ડાયરેક્ટર મિહિરને ફરી સન્માન સાથે ફરી નોકરી માટે બોલાવે છે.


   कहना कितना आसान होता है प्यार क्या होता है,
निभाना कितना मुश्किल होता है साथ देने में,
लाखो कौशीष करके देखलो, ऐ दुनिया वालो
सच्चा प्यार कभी ना कभी  मिल ही जाता है। 


                 ***********************

(આ વાર્તાના અમુક કિસ્સા સત્યકથા પર આધારિત છે અને થોડું મારી પ્રેમ કહાનીનું પણ addition છે.)
~ M.D
©mehul_dodiya

Saturday, 24 March 2018

'મેહુલ થી આ જિંદગી જીવાતી નથી.





શું થયું જો હું નથી,
માનીયુ તમારે એક દોસ્ત નથી,
કાંઈ જ ફર્ક નથી પડતો મિત્ર,
'મેહુલ' થી આ જિંંદગી જીવાતી નથી.

મોહ માયા ની આ દુનિયા વસમી પડી,
ન હોવા છતાં પણ તેમની યાદો સતાવતી રહી,
સાહેબ પ્રેમ આજ ભારે પડ્યો,
પ્રેમ કરુ છું તો પણ આજે એ બીજા ની બની.

બની તો બની એનો કોઈ દર્દ નથી,
વર્ષો વિતિયા છતાં પણ યાદો તેમની સતાવતી રહી,
તેમની યાદો માં તડપતો રહિયો,
ને એ પોતાની કંકોત્રી તેમનું નામ છપાવતી રહી.

એટલે જ આજ છૂટો ફરું છું,
નજર નીચી રાખી ને ફરું છું,
પ્રેમ શબ્દ ને નફરત કરું છું,
એટલે જ આજ આત્મા મારી ભટકતી બની.



લઇ રહિયો છું વિદાય આપ સર્વથી,
ભરું રહિયો છું ઝેરની પ્યાલી,
બને તો માફ કરજો સાહેબ,
'મેહુલ' થી આ જિંંદગી જીવાતી નથી.

💐MD💐
25 March 2018



Must Watch this Video



Sunday, 11 March 2018

મૃત્યુદ્વાર દેખાઈ છે.

11 March 2018,
Bhavnagar



આશાની કિરણ બુજતી દેખાઈ છે,
જવા દો મને મારો યમદૂત દેખાઈ છે,

જો ભમરો પણ ઉડી ગયો મધુરસ ચૂસી ચૂસી,
હવે કરમાવવા નો સમય આવીતો દેખાઈ છે.

અંધકારમય નગરી થી હાથ સરકી પડે છે,
સ્નેહી મિત્રોનો સાથ છૂટતો આવતો દેખાઈ છે.

એટલે જ આ જિંદગી પુરી કરવા કરવા નિકળિયો છે,
અગ્ન વર્ષા મારા રૂહ ને ભીંજવતો દેખાઈ છે.



એવું નથી કે જીદગી જીવવાની કૌશિશ નથી કરી,
પલ પલ માં આનંદ ગોતતો હું નજર સમક્ષ દેખાઈ છે

એક ચિનગારી બળતી હતી અંદર મારે,
આજ હવાના સથવારે સળગતી દેખાઈ છે.

સમજવાની કૌશિશ નથી કરી આજ સુધી કોઈએ,
પરંતુ આજ 'મેહુલ' કોઈને સમજી ના શકીયો.

બસ આટલું જ કહીને હું માફી માંગુ છું,
બસ હવે રજા આપો મને મૃત્યુદ્રાર દેખાઈ છે.

~ Mehul Dodiya
  • 11 March 2018

Wednesday, 28 February 2018

काले बादल

              Recently, I wrote a poem. It title is 'काले बादल'. This Poem I dedicate to my Lovely Friend Mahirpari Goswami. In this poem I wrote Both name, Some special kind of key words etc. I Would like share with you.



काले बादल गरजते रहे और तड़पते रहे,
अपनी बिजली से दुसरो पर बरसते रहे,
लोगोने मुझे जानने की कैशिश भी नही की,
साधू बन कर हम अपना पागल पन दिखाते रहे,

हमतो हार बेठे अपनी जिंदगी और विवेचक बनते रहे,
प्यार सीखाने वाले को हम सदीओ से ढूंढते रहे,
हमतो सोच रहे थे की हमारा कुछ नही हो सकता,
उस काले बदलो के बिच एक कबूतर दिखाई दिया,



उसके साथ उड़ने में हो गया माहिर,
और प्यार के पन्ने में मेरा नाम दिखाई दिया,
न जाने कहा से आया एक तूफान जिंदगी में,
मुझे और उस प्यारी जान को बिखर के रख दिया,

वो तो परदेस बन की भूल गई हमको,
और उसने हमें वही डोर पर ला के खड़ा कर दिया,
प्यार किया हमने कैसे भूल सकते हम,
वो बेवफा ने हमें तड़पन में धकेल दिया,

हम तो जी लेगे जिंदगी तुम्हारे प्यार के बल पर,
 तुम भी तड़प उठोगी हमारी बे-जान ख़ुशी देख कर।।

💐💐💐💐💐💐💐💐💐


સૌરઠ તણા કુંડલેથી ગોહિલવાડમાં આયજો,
ભૂમિ પાવન એવા કૃષ્ણકુમારસિંહજી પ્રણામહો,
રહિયો મુસાફિર એટલો મનમાં મુંજાય જો,

બાવાની તો લત લાગી માહિર તેના નામ હો ..

💐💐💐💐💐💐💐💐💐

💐M.D💐         
28 Feb 2018      

Sunday, 7 January 2018

હું ફસાયો




સંબંધ પણ જાણે શબ્દોનું જાળું,
કરોળિયા રૂપી હું બંધાયો,
ક્યારેક તમે તો ક્યારેક તું કહી,
અનોખી લાગણીમાં હું ફસાયો.

પહેલાં તો નજરનું તીર ચલાવાયું,
ને હરણ રૂપી હું ઘવાયો,
ક્યારેક હસીને તો ક્યારેક રડીને,
પ્રેમના દરિયામાં ડુબાવાયો.

ક્યારેક જાનુ તો ક્યારેક વાલમ કહીને,
મીણ રૂપી હું પીગળિયો,
બેવફાનું નામ દઈ ને એ તો ચાલી નીકળી,
ખરેખર 
'મેહુલ'ને મુર્ખનો હજામ બનાવાયો...



Monday, 1 January 2018

તારો સંગાથ ગોતું છું.






હાથોમાં લઈને હાથ તારો સાથ ગોતું છું,
ક્યાં છે તું તારું થેકાણુ હું શોધું છું,
અંધકારમય જીવનની એક આશ ગોતું છું,
સૂર્યના એ સોનેરી કિરણ હું શોધું છું.


ફેસબુક ના પાને પાનાં પર તારું નામ શોધું છું,
વોટ્સએપમાં બસ તારા જ સ્ટેટ્સ મુકુ છું,
ઇન્સ્ટાગ્રામ થાકીયું તને શોધી શોધી,
બસ હવે લાખો કરોડોની મહેફિલ વચ્ચે તને ગોતું છું.



સૂરજ સમા કિરણ પર નાઝ છે મને,
આ સંદેહરૂપી પડછાયાથી ડર્યા કરું છું,
ચાંદ ની આ ચાંદની સમા તારા મુખને,
ભીંજાયેલી આખોથી જોયા કરું છું.


જો આવી જ પાંખ વિના ઉડાવી કોશિશ કરું છું
આશાભરી ઊર્મિથી તારી રાહ જોવ છું
જીવન એક યાત્રા સાંભળિયું છે મેં ઘણું,
બસ આ જ યાત્રાને સફળ કરવા સંગાથ તારો ગોતું છું.





💐એમ.ડી💐
૨૫ ડિસેમ્બરે ૨૦૧૭

हमें ही पाओगे






जहा ही जाओगे हमें ही पाओगे,
क्योंकि में बना ही हु तुम्हारी निगाहोमे,
कहि कूड़ा गाड़ी तो कही हे मोबाइल टॉयलेट,
पर मुझे तो इस सड़क पर ही पाओगे।

सलीमने मुर्गी पकाई,सविताने सब्जिया काटी,
युवाननो पान खाया, फेका, थूका तो मुझे काले बालोपे।
नदी सागर और नहर का तो सवाल ही नही होता,
में आकाश में भी खुला उड़ता ही पाओगे ।

सरकार भी बहोत कौशीश कर रही हे मुझे हटाने की,
उस का निशान ही कमल हे और कमल ही मेरा फूल है।
हाथ में जाडू लेने से में नही जाउगी,
अगर दम हे तो लोगों के दिमाग से हटाओ तो ही में जाउगी।

River and tide

Andy Goldsworthy makes sense-luscious sculptures entirely out of things he finds in nature — stones, twigs, leaves, plant stalks, cl...