Tuesday, 2 April 2019

Department of English, MKBU





ત્રણ વર્ષથી જે ખેડાણ થતું હતું તેમાં બિયારણ રોપવા નો સમય આવી ગયો હતો. સૌરાષ્ટ્ર, ભાવનગર, એસ. એન. ડી. ટી. વિગેરે જેવી વિવિધ યુનીવર્સીટી માંથી વિધાર્થીઓ બિયારણ રૂપી સાહિત્યને માણવા તેમજ Criticism, internet અને અનેક Theories બીજ નું અંકુશ તેમના જીવનમાં વાવવા આવિયા હતા. દિલીપસર રૂપી વિદ્વાન માણસ ના માર્ગદર્શન હેઠળ જમીન પર વાવેતરનું, આવનારી પરિસ્થિતિનું, તેમજ જીવનના સાચા મૂલ્યો ના ઘડતર માટે આવિયા હતા.


શરૂઆતનો સમય જાણે કાદવ પર ચાલવા સમાન હતું, એટલે પહેલા જ દિવસે ઈન્ટરનેટ, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર વિગેરે થી થયું જો કે તેમાં કંઈ એવું નોહતું કે તે કાદવ સમાન છે પણ સાચી કસોટી અમારો ત્રણ વર્ષનો અનુભવ, એટલે કે સર દ્વારા પહેલા જ દિવસે લખવવા માં આવ્યુ કે તમારા મતે સાહિત્ય શુ છે ?

ધીમે ધીમે ક્યારે કાદવ માં કમળ ખીલીયું ખબર પણ ના પડી, અમારા ત્રણ વર્ષના અનુભવ (બનઝર જમીન) પણ પાણી રૂપી Criticism અને Theories ફેરવ્યુ એ જ theories અને એ જ criticism અમે ત્રણ વર્ષથી ભણતા આવિયા હતા છતાં એ બીજ ને કંઈ રીતે વાવવું તેમજ પ્રેકટીકલ લાઈફમાં કંઈ રીતે વાપરું એ દિલીપ સર દ્વારા આ બે વર્ષમા શીખવાડવા માં આવીયુ.

એક ચેપટરની સાથે લાઈફલાઈન લેશન સાથે સાથે નવી દ્રષ્ટિ નિખરી ઉઠી. નોવેલ તેમજ તેમના પાત્રોનું મુલ્યાંકન કરતા કરતા કેમ માણસનું મૂલ્યાંકન કરવું એ પણ ખૂબ જ સહેલાઇથી દિલીપસરે શીખવ્યુ. ડો. ફોસ્ટ્સ ની વધારે પડતી નોલેજની ભૂખ અને સંપૂર્ણ હોવાનો ઘમંડ જાણે સીધો અમને જ આંગળી ચીંધી રહિયા હોય એમ લાગતું હતું. કંઇક ને કંઇક પ્રવૃત્તિમાં જોડાયા રહેવાનું આ ભવન માં મૂળમાં હોય એવું લાગતું હતું. Ds જે બાલમંદિર થઈ ચાલી આવતી બાળસભા નુ ભાન કરાવતી હતી જો કે એ બાળસભા અને અમારી બાળસભામાં ઘણો તફાવત હતો. ડિબેટ, ક્વિઝ, સ્પર્ધા, હાલમાં બનેલી ઘટના અને રાજકીય પ્રવૃત્તિ ને criticism ના મોલે અમારા ds માં તોલતા હતા અને ક્યારેક તો એ ડિબેટ જાણે સર્પનું રૂપ ધારણ કરી લેતું. વિચારોની અલગતા ના કારણે મોટી જંગ dsમાં અવારનવાર યોજાતી છતાં પણ દિલીપસરના વિચારો અને તેમના મંતવ્યો બંને ને ન્યાય આપતા. આ મંતવ્ય જોઈને ક્યારેક મને પણ એવું થઈ આવતું કે કોઈ માણસ આમ બંને તરફી કેમ હોય શકે ? ના એવું નથી કે બંને નો પક્ષ લે પણ સત્ય તરફ અને સત્ય જે કડવું હોય એને કેમ મિષ્ટાન સ્વરૂપે પિરસવી ખરેખર એ ખૂબ જ આગવી કુશળતા છે પ્રથમ વર્ષમાં અનેક વિવેચન શીખી ગયા જેમ કે Power and Knowledge, Capitalism, Marxism, Orwellian idea, Structuralism, Deconstruction, વિગેરે જેવી અનેક theories સ્વરૂપે દવા દિલીપસરે લખાવી ભણાવી અને તેનો ઉપયોગ શીખવાડીયો જે ખરા જીવન માં સડો ન બેસે તેની માટે જરૂરી હતી. હજુ અમારી બુદ્ધિ બાળ હતી આટલું આટલું શીખીયા છતાં અમારી પાસે બાહના ખૂબ જ હતા. છતાં કારણ નહિ નિરાકરણ નો ખ્યાલ ભલે યુગાતર Conference હતો છતાં તેને શિષ્ટ પણે પાળવા નું અનેરું કામ તો આ અંગ્રેજી ભવન તેમજ દિલીપસર પાસે થી જ શીખીયું હતું. હવે અમારી જે બાહના ની ટેવ હતી એ કાદવ સાથે ભળી ગઇ ધીરે ધીરે અમારી વિચારધારા, અમારી ટેવ, ટુક એમ કહીયે કે અમારું અસ્તિત્વ જ કંઈક અલગ નિખરવા લાગિયું.

આંખના પલકાળ સાથે પ્રથમ વર્ષ પૂર્ણ થયું, ઘણું શીખીયા ઘણું મણિયા, આવનારી પરિસ્થિતિ ને મોબાઈલ થી ભગાવતા થયા. અંગ્રેજી ભવન માં હર એક દિવસે કંઈકને કંઈક પ્રસંગ હોય જ છે જેમ Julian Barnes કહે છે તેમ 'Everyday is Sunday' અંગ્રેજી ભવન માટે દરેક દિવસ રવિવાર સમાન હોય છે શનિવાર હોય કે રવિવાર લેક્ચરની મહેફિલ જામી જ હોય છે લેક્ચર એટલે માત્ર પુસ્તકિયું પ્રવચન જ નહિ તેમાં મહેણાંરૂપી સલાટ, જ્ઞાન રૂપી નાન રોટી, રાજકારણની ટીકા રૂપી સબ્જી, અને મિત્રો સાથ રૂપી છાશ પીરસાઈ. હજુ feminism, Marxism, Structuralism વિગેરે અણમોલ Theories ને સમજતા, ખરા જીવનમાં ઉતરતા થયા ત્યાં જ એક નવો જોશ ભરાઈ ઉઠીયો. જે થી અમે અમારી જાત ને કંઈક છીએ એવો ભ્રમ ઉભો થયો એમ પણ Senior બનીયા એટલે થોડા વધુ હવા માં ઉડવા મંડીયા. પણ પાંખ વિનાની ઉડવાની કોશિશ નકામી હતી. કારણ કે કાચી માટી ના દીવડા ને સારો એવો આકાર આપી દેવાથી મજબૂતાઈ ન આપી શકે અને તેમાં ઘી પણ રહી ના શકે અને સમાજમાં તે પ્રકાશ ન ફેરવી શકે. એમ હજુ અમે કાચી માટીના દીવડા સમાન હતા હજુ અમારા કોડિયાને માત્ર આકાર જ આપીયો હતો, ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી દ્વિતીય વર્ષ શરૂ થયા ની સાથે Existentialism, Absurdity, Waste Land, stream of Consciousness, Racism, Cast-ism, Orientalism, post colonialism જેવી અનેક Theories ભણાવવામાં આવી જે અમારા કોડિયાને મજબૂતાઈ આપી અને એક તરફ જુઓ તો અમારા ખુદના જીવન માં થોડી હોનાયત શરૂ થઈ કેમ કે કોડિયા ને મજબૂતાઈ માટે અગ્નિમાં પાકવું પડે તેમ Absurdity અને ,Existentialism ની આગમાં અમે બળવા લાગીયા. અને જુના વિચારો અમારી માન્યતાઓ વગેરે બળીને અશ બની ગઈ. હવે સમય આવી ગયો તેમાં ઘી અનેપ્રજ્વલ્લિત કરવાનો , અમારા કાચા કોડિયા માં ઘી તો ક્યારનું રેડાતું હતું પણ અમને ખ્યાલ જ નોહતો, વૈદેહીમેમ, હીના મેમ, મિલન સર, પૂજા મેમ, મહેમાન પ્રોફેસરસ અનેક teaching methods રૂપી ઘી રેડતા હતા અને પ્રેરણાંના સ્ત્રોત બની વિધાર્થીને મદદ રૂપ થતા હતા. છેલ્લું સેમ અને કોડિયા ને પ્રજ્વલિત કરવાનો તેમજ કરેલી વાવણીનો ફાળ નીકળવાનો સમય આવી ગયો છે. ELT , Mass મીડિયા, આફ્રિકાન અને ન્યુ literature ની શરૂઆત થઈ. આમ તો આ આખું સેમ ઉદાસીન જ ગયું, છેલ્લા દિવસો માં સંપૂર્ણ માણી લેવા માંગતા હતા છતાં પણ વિદાયના દિવસ અને ભવન ને છોડી જવાનું જાણે આંખ માં ખૂંચતુ હતું. જેમ gabriel Okara કહે છે તેમ અમારી સ્માઈલ પણ થોડી થોડી વાર બદલાતી હતી. મિત્રો સાથે રહેવા માટે ઉત્સુક છતાં પણ તેમની સાથે ઝઘડો કરી બેસતા થયા, અને અંતિમ દિવસોમાં તો બધા જ રસની સ્વીકૃતિ થઈ એટલે બધા જ રસ એક બીજા માં મુખ પર કરુણ, રોદ્ર, વીર, હાસ્ય, ભયાનક તેમજ શ્રુગાર રસ જોવા મળીયા. ભવનની છેલ્લી કલાકો ને માણવા અને memorblia ના બહાને ભવન મા સવારના ૯ વગીયા થઈ રાત્રીના આઠ વાગિયા સુધી રહેવા મંડીયા નાની નાની વાતો માટે સેલ્ફીના ઠગલો કરવા મંડીયા, ખરેખર એ સેલ્ફી નોહતી પણ સમયને કેદ કરવાની જુઠી કોશિશ હતી.


અંતે એ દિવસ આવી ગયો, વૃક્ષની છત્રછાયા માં ઉછરેલું બીજ હવે બીજ મટી વૃક્ષ બની બીજે છાંયડો આપવા સક્ષમ હતા, અમારો દીવડો પ્રજ્વલ્લિત થઈ ગયો હવે સમાજ માં પ્રકાશ ફેલાવવાનો સમય આવી ગયો, એક તરફ ખુશી અને એક તરફ ગમ ના આંસુ વહે છે. આ ભવનમા અને દિલીપ સર તેમજ અન્ય શિક્ષકો પાસે રહી ઘણું શીખીયા છીએ, ભલે નેકની ટિમ દ્વારા આપણી યુનિવર્સિટી ને સી ગ્રેડ આપીયો હોય પણ મારા માટે મારો ભવન અને દિલીપસર હમેશા A++ ગ્રેડ પર જ રહશે,


દિલીપ સર,

આજે આ વિદાય દિવસ પર અમે વચન આપીએ છીએ કે તમારા દ્વારા શીખવાડેલી એક એક વસ્તુ ને અમારા જીવનમાં પણ ઉતારવાની કોશિશ કરીશું, technology, Internet, webquest તેમજ સાહિત્યની માણતા રહેશું, અને તમારી વિચારધારા પર ચાલતા રહેશું હવે બાહના રૂપી છટક બારી ક્યારેય નહિ ખોલીએ. અને હા તમારું છેલ્લી ઉડાડેલી ટોપી હમેશા પહેરી જ રાખશું. ' Sense of An Ending'.

Thank you so much Sir,
My dear Classmate and Junior and MK University.

No comments:

Post a Comment

River and tide

Andy Goldsworthy makes sense-luscious sculptures entirely out of things he finds in nature — stones, twigs, leaves, plant stalks, cl...