તમે મન મૂકી ને વાંચો, પરિણામ સારું નઈ આવે,
અમે છેલ્લી બેન્ચના માનવી, આગલી રાત નઈ ફાવે.
કહો આખી રાત ના ખેલૈયાને કે વાંચન છોડી દે ,
આ design મોહિત ચેકર ને ખરા કોનેન્ટ પસંદ નહિ આવે..
સાચું જ કહીયું છે મહાન આત્મા એ,
તમે ગમે તેમ કરો
તમારું વાંચન ક્યાંય કામ નહિ આવે....
દંભ વ્યક્તિ સારા માર્ક્સ લાવે ને હું ના લાવુ !
લેખન શેલી બદલી, સારા કોન્ટેટ લખી આ ઓછા માર્ક્સ નહિ ફાવે .
Skill India નું બોર્ડ છાપવાનું બંધ કરો સાહેબ,
માર્ક્સ વેલ્યુ ની બેરોજગાર સિવાય કોણ જાણે.
ગાલ ધરી,તમાચો ખાઈ લઉ 'Barad-ism' ના નામ પર,
તેમને શીખવાડેલી theory પર મુંગા મરતા મને નહિ ફાવે.
હું ભવિષ્યનું વિચારું ને યુનિવર્સિટી ને પણ બદલીયા કરું
બસ બહુ થયું સાહેબ,
આપી દો LC, આ ઓછા માર્ક્સ અમને નહિ ફાવે.
~મેહુલ ડોડીયા.
(૨૧-૧-૨૦૧૯)
No comments:
Post a Comment