11 March 2018,
Bhavnagar
Bhavnagar
આશાની કિરણ બુજતી દેખાઈ છે,
જવા દો મને મારો યમદૂત દેખાઈ છે,
જો ભમરો પણ ઉડી ગયો મધુરસ ચૂસી ચૂસી,
હવે કરમાવવા નો સમય આવીતો દેખાઈ છે.
અંધકારમય નગરી થી હાથ સરકી પડે છે,
સ્નેહી મિત્રોનો સાથ છૂટતો આવતો દેખાઈ છે.
એટલે જ આ જિંદગી પુરી કરવા કરવા નિકળિયો છે,
એવું નથી કે જીદગી જીવવાની કૌશિશ નથી કરી,
પલ પલ માં આનંદ ગોતતો હું નજર સમક્ષ દેખાઈ છે
એક ચિનગારી બળતી હતી અંદર મારે,
આજ હવાના સથવારે સળગતી દેખાઈ છે.
સમજવાની કૌશિશ નથી કરી આજ સુધી કોઈએ,
પરંતુ આજ 'મેહુલ' કોઈને સમજી ના શકીયો.
બસ આટલું જ કહીને હું માફી માંગુ છું,
બસ હવે રજા આપો મને મૃત્યુદ્રાર દેખાઈ છે.
~ Mehul Dodiya
- 11 March 2018

