Showing posts with label એક કબુતર. Show all posts
Showing posts with label એક કબુતર. Show all posts

Sunday, 1 October 2017

આજ એક કબુતર મારી પાસે આવીયું





આજ એક કબુતર મારી પાસે આવીયું રે,
લાગીયું કશુંક કેહવા રે આવીયું,
કોણ જાણે શું સાથે લાવીયું રે,
પણ થોડી હિચકીચાહટ સાથે આવીયું રે.


આજ એક કબુતર મારી પાસે આવીયું....


મને થયું ચાલો આવીયું જ છે તો પૂછીએ કે કેમ છે,
ઘુ ઘુ કરતુ મારી પાસે ફરવા રે લાગીયું,
થયું મને ડર લાગતો લાગે છે મારાથી,
હું દૂર થવા ગયો ને એ પાસે આવવા લાગીયું રે,


આજ એક કબુતર મારી પાસે આવીયું રે...


લાગે છે કોઈ શાંતિનો સંદેશો લાવીયું હશે,
કેમ જાણે કબુતર બોલી ના શકિયું રે,
પૂછીયું મેં કે આમ કરીશ તો તું પણ થાકીશ ને હું પણ રે,
કબુતરે પાંખો ફેલાવીને મારી માફી માંગી રે,


આજ કબુતર મારી પાસે આવીયું..


મને થયું મારી પ્રેમિકાની વાતો કહેવા આવીયું રે,
પણ કબુતર તો બધા મનની વાતો કરવા આવીયું રે,
શરૂવાત કરવી હતી ઘણી પણ બોલી ના શકિયું રે,
દિલ પર ન કહેવાનો બોજ લઈ ને ઉડવા રે લાગીયું રે,


આજ એક કબુતર મારી પાસે આવીયું....


MD
Sept, 10 2017

River and tide

Andy Goldsworthy makes sense-luscious sculptures entirely out of things he finds in nature — stones, twigs, leaves, plant stalks, cl...