સંબંધ પણ જાણે શબ્દોનું જાળું,
કરોળિયા રૂપી હું બંધાયો,
ક્યારેક તમે તો ક્યારેક તું કહી,
અનોખી લાગણીમાં હું ફસાયો.
પહેલાં તો નજરનું તીર ચલાવાયું,
ને હરણ રૂપી હું ઘવાયો,
ક્યારેક હસીને તો ક્યારેક રડીને,
પ્રેમના દરિયામાં ડુબાવાયો.
ક્યારેક જાનુ તો ક્યારેક વાલમ કહીને,
મીણ રૂપી હું પીગળિયો,
બેવફાનું નામ દઈ ને એ તો ચાલી નીકળી,
ખરેખર
'મેહુલ'ને મુર્ખનો હજામ બનાવાયો...