દીકરી જન્મી ને જલેબી ખવડાવી રે
ડેડી ડેડી કહી ને ઢીંગલી લેવડાવી રે
આંગળી પકડી ને ફરવા લઈ ગયો,
સમાજે તેને પારકી ગણાવી રે ..!!!
દીકરી મારી લાડકડી ને રડવા લાગી,
ત્યારે તો સમજાવી મેં ને આઈસ ક્રીમ ખાવવા લાગી,
ધીરે ધીરે મોટી થઈ હાઈ સ્કુલ માંથી કૉલેજમાં આવી,
જીન્સ ટોપ ને ચશ્મા પહેરી ને મારુ નામ રોશન કરવા લાગી રે.
લાવી પ્રથમ ક્રમાંક ને ગર્વ મને અપીયુ,
આવવા લાગીયા માગા લાડીનાં,
થયું હવે થોડા દિવસના મહેમાન,
કરી સગાઈ લાગીની વર હતો સુંદર.
થયું રાખશે ખુશ લાડી ને સપના સજાવશે,
દીકરી મારી મોટી થઇ ગઈ ને ખબર પણ ના પડી રે,
પૂછીયું પણ નહીં લાડી યે કોણ છે કેવો છે,
બસ સગાઇ નક્કી થઇ સાંભળીને થોડી મનમાં મુજાની રે.
આવીયા લગ્ન લાડી ના ખુશ હતા બધા,
બધા ને ખુશ રાખવા પોતે પણ મલમલ મલકાતી રે,
આ જ હાથે આપીયુ કન્યાદાન ને સોંપી વીરલા વરરાજાને,
દીકરી મારી ગળે મળી ને અંતિમ વાર મળી રે..
દિલ મારુ થરથર ધ્રુજીયું રુદન કરવા લાગીયું રે,
દીકરી મારી સાચે જ પારકી થઈ મહેસુસ થવા લાગીયું રે,
બસ હવે હસતા મુખે વિદાય આપવા છાની તેને રાખી,
બેસાડી તેને ગાડી માં ને અંતિમ વિધિ કરી રે.
આપીયા અંતિમ થાપા યાદ કરવા માટે,
દીકરી મારી મોટી થઈ ગઈ ખબર ના પડી રે.
આપીયુ સુખ ને ખુશ રહેવા લાગી રે,
દીકરી મારી દુઃખ પણ વર્તાવવા ન દેતી રે.
શંકા ના દરિયા માં ડૂબેલા ને બહાર કેમ કાઢવા,
દીકરી મારી પલ પલ માં દુઃખ સહન કરવા લાગી રે,
દુઃખ ભરી જીંદગી જીવવા રે લાગી
બધી જ રીતે સક્ષમ મારી દીકરી એકલતા નો ભોગ બની રે.
બાપ ને આંચ ના લાવવા દીકરી મારી રડતી રે,
અંતે ટૂંકાવી દીધું જીવન પણ બાપને ના કહીયું,
મરતા મરતા પણ કોઈ ને આંચ પણ ના આવવા દીધી રે,
જણાવી હકીકત આ બધી તેમની નાનેરી નણંદ રે.
થયું મને આજે ખરેખર દીકરી મારી મોટી થઈ ગઈ રે..